પ્રસ્તુત નવલકથા માં સાચો પ્રેમ કઈ ઉંમરે થાય? જે વ્યક્તિ હયાત ન હોય,એને યાદ કરીને તરફડવું એ વફાદારી છે?કે પછી,જિંદગીને ભરપૂર માણવી એનું નામ જિંદગી છે?પુનર્જન્મની જેમ પુનઃ પ્રેમ થતો હશે?મહેન્દ્રને આ સવાલ પૂછે છે એની જિંદગી!લીનાના મૃત્યુ પછી મહેન્દ્રના જીવનમાં પ્રવેશે છે રીમા અને,સર્જાય છે જાત સાથેનું દ્વંદ્વ ... સોનાલી અને દેવીના આપણી જિંદગીના ભાગ છે.આ સતત વિસ્તરતા પ્રવાસમાં ક્યાંકથી શરૂ કરીને ક્યાંક પહોંચવાના ઉદ્દેશથી લખાય છે એક પત્ર અને પોસ્ટ થઈ જાય છે”એક સાંજને સરનામે”.